દહેરાદુનમાં યોજાઈ ભારતીય સૈન્ય એકેડમીની પાસિંગ આઉટ પરેડ
Live TV
-
સેના ચીફ જનરલ એમ.એમ.નરવણેએ ઝીલી સલામી, 333 કેડેટ્સ બન્યા ભારતીય સૈન્યના અધિકારી, 3 મહિનામાં પહેલી વાર એવો કાર્યક્રમ યોજાયો જેમા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી 300થી વધુ લોકો ભેગા થયા હતા
દહેરાદૂનની ભારતીય સૈન્ય અકાદમી ખાતે પાસિંગ આઉટ પરેડ યોજાઇ હતી.3 મહિનામાં પહેલીવાર એવો કાર્યક્રમ યોજાયો જેમાં 300થી વધુ લોકો એક સાથે ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. 333 કેડેટ્સે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો. પાસિંગ આઉટ પરેડ પછી આ કેડેટ્સ ભારતીય સૈન્યમાં અધિકારી બનશે. સેના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મુખ્ય અતિથીના રૂપમાં પાસિંગ આઉટ પરેડની સલામી ઝીલી હતી. એવું પહેલીવાર બન્યું છે ,કે કેડેટ્સે માસ્ક સાથે અને પોતાના માતા-પિતા અને કુટુંબીજનોની ગેરહાજરીમાં જ અધિકારી બનવાનું ,સપનું પુરૂ કર્યું હતું. આટલુ જ નહિ કેડેટસે 2 બે મીટરનું અંતર રાખી પરેડ કરી હતી. 333 ભારતીય અને 90 વિદેશી કેડેટ્સે ભારતીય સૈન્ય અકાદમીમાંથી તાલીમ મેળવી છે. ભારતીય કેડેટ્સ ભારતીય સૈન્યમાં અને વિદેશી કેડેટ્સ ,પોતાના દેશની સેનામાં સેવા માટે દાખલ થશે. આ પ્રસંગે સૈન્યના વડાએ જણાવ્યું કે, સેનાના જવાનોને દેશ બહારના જ નહીં પણ દેશની અંદરના પડકારોનો સામનો કરવા પણ તૈયાર રહેવાનું છે.
