મુંબઈમાં આજથી લૉકલ ટ્રેન શરૂ, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા જ કરી શકશે મુસાફરી
Live TV
-
માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં ટ્રેન સેવા કરાઈ હતી સ્થગિત, ચર્ચગેટ અને વિરાર વચ્ચે વધુ ટ્રેન દોડાવાશે
મુંબઈ આજથી માત્ર આવશ્યક સરકારી સેવાઓમાં સંકળાયેલા લોકો માટે પશ્ચિમ અને મધ્ય રેલવે વિભાગો પર 346 લૉકલ ટ્રેનો ફરી દોડવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, આ ટ્રેનોમાં સામાન્ય લોકોને ચડવા દેવામાં નહિ આવે તેથી લોકોએ સ્ટેશનોની બહાર ટોળે પણ વળવું નહીં.
મુંબઈમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે ગયા માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી લોકલ ટ્રેન સેનાને સ્થગિત કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટેની લૉકલ ટ્રેનો સવારે 5:30 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે અને રાત્રે 11:30 વાગ્યા સુધી દોડાવવામાં આવશે.
બે ટ્રેન વચ્ચેનો સમયગાળો 15 મિનિટનો રહેશે.
વધારે ટ્રેનો ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવવામાં આવશે. અમુક ટ્રેનોને દહાણું રોડ સુધી લંબાવવામાં આવશે
સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું રહેશે. એ માટે દરેક ટ્રેનમાં માત્ર 700 જણને જ ચડવા દેવામાં આવશે. સામાન્ય રીતે એક ટ્રેન 1200 જણને લઇ જતી હોય છે.
