રાજસ્થાન સરકારે ગુજરાતને સ્પર્શતી આંતર રાજ્ય સીમાઓ કરી સીલ
Live TV
-
રાજ્યમાં કોરોનાના વધતા કેસને કારણે રાજસ્થાન સરકારે ગુજરાતને સ્પર્શતી આંતર રાજ્ય સીમાઓ સીલ કરી દીધી છે. જોકે હવે તેમાં થોડી છુટ છાટ અપાઇ રહી છે. અરવલ્લી જિલ્લાને જોડતી રતનપુર રાજસ્થાન સરહદેથી ગુજરાતથી રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારત જતા લોકો ને, હવે આગળ વધવા દેવામાં આવી રહ્યા છે. જે લોકો પાસે વાહન પાસ નથી તેઓના નામ સરનામા તેમજ અન્ય વિગતોની નોંધ રાજસ્થાન પોલિસ તેમજ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. આ નોંધણી પછી વાહન ચાલકોનું થર્મલ સ્ક્રિનિંગ કરીને તેઓને આગળ વધવા દેવામાં આવી રહ્યા છે. મહત્વની બાબત છે ,કે, ગુજરાતમાં કોરોના વાઈરસના વધતા કેસને કારણે રાજસ્થાન પ્રસાશને દસ જૂનના રોજ ગુજરાતને જોડતી રતનપુર સીમા સીલ કરી તે વખતે પ્રાઇવેટ તેમજ ટેક્સી કાર સહિતના વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે પાસ વિના પણ પ્રાઈવેટ વાહન અને ટેક્સીને જરૂરી નિયમો નું પાલન કર્યા બાદ આગળ વધવા દેવામાં આવી રહ્યા છે.
