નાના નર્સિંગ હૉમ અને ક્લિનિકનો MSME હેઠળ સમાવેશ કરાશે
Live TV
-
નાના-નાના સ્થળો પર નર્સિંગ હોમ, ક્લિનિક અને હોસ્પિટલો ખોલવા સરળ બની જશે
કેન્દ્ર સરકારે દેશના નાના નર્સિંગ હોમ સહિત ડોક્ટરના ક્લિનિકોને MSME હેઠળ સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ આ પહેલ કરવામાં આવી છે. સરકારે આ અંગે જણાવ્યું છે કે, આ નિર્ણયથી દેશમાં આરોગ્યલક્ષી સેવા આપનારા એકમને મોટું પ્રોત્સાહન મળશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે અને કહ્યું છે, આ નિર્ણયથી હેલ્થ સેક્ટરને ઈન્ડસ્ટ્રીનો દરજ્જો મળશે, જેનાથી ઔદ્યોગિક MSME હેઠળ મળનારી સુવિધાનો લાભ પણ ઉઠાવી શકાશે. આ નિર્ણય બાદ હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ડાયગ્નોક્સિટ સેવાઓને MSME આંત્રપ્રિન્યોર સમક્ષ ગણવામાં આવશે, જેનાથી નાના-નાના સ્થળો પર નર્સિંગ હોમ, ક્લિનિક અને હોસ્પિટલો ખોલવા સરળ બની જશે.
