જમ્મુ કાશ્મીરઃ અથડામણમાં સેનાએ 3 આતંકવાદી ઠાર માર્યા
Live TV
-
શોપિયામાં સેનાએ આતંકીઓને ઘેર્યા હતા, બંને બાજુ ફાયરિંગ બાદ 3 આતંકી ઠાર મારવામાં સફળતા
જમ્મુ-કાશ્મીરના શાપિયાંમાં મંગળવારે સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા છે. સુરક્ષા દળોએ હજુ પણ વિસ્તારને ઘેરીને રાખ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો મુજબ વધુ આતંકવાદી આ વિસ્તારમાં છુપાયા હોઈ શકે છે.
ભારતીય સુરક્ષા દળોને માહિતી મળી હતી કે, શોપિયાંના તુર્કવાંગમ ગામમાં કેટલાક આતંકવાદી છુપાયા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે ભારતીય સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ અને CRPFની સાથે મળી એક સંયુક્ત ટીમ તૈયાર કરી અને સમગ્ર ગામને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. આ વિસ્તારમાં જ્યારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તો પોતાને ઘેરાતા જોઈ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.
ફાયરિંગનો અવાજ સાંભળતા જ ભારતીય સુરક્ષા દળોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. બંને તરફથી ઘણી વાર સુધી ફાયરિંગ થયું જેમાં ત્રણ આતંકવાદીને ઠાર મરાયા હતા. હાલ ફાયરિંગ બંધ થઈ ગયું છે. ભારતીય સુરક્ષા દળોએ હજુ પણ વિસ્તારને ઘેરી રાખ્યો છે.
