કોરોના વાયરસઃ સ્વાસ્થ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને મળશે બેઠક
Live TV
-
સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે
કોવિડ-19 અંગે આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી ડો હર્ષવર્ધનના વડપણ હેઠળ બેઠક મળશે. જેમાં વિદેશમંત્રી એસ જયશંકર,નાગરિક વિમાન વિભાગના મંત્રી હરદિપ પુરી, ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાય, શીપીંગ અને રસાયણ રાજય મંત્રી મનસુખ માંડવિયા અને આરોગ્ય પરિવાર રાજયમંત્રી અશ્વીનીકુમાર ચોબે ઉપરાંત તમામ ટોચના અધિકારી સામેલ થશે. મંત્રી સમુહને દેશમાં કોવિડ-19 ની હાલન સ્થિતિ, કાર્યવાહી અને પ્રબંધનની જાણકારી આપવામાં આવશે. આ બેઠકમાં ભારત અને અન્ય દેશની તુલનાત્મક સ્થિતિને સ્પષ્ટ કરતા મંત્રી સમુહ સમક્ષ એક સંક્ષિપ્ત અહેવાલ રજુ કરાશે, જેમા કોવિડ-19ના બચાવ ઉપરાંત ભવિષ્યમાં ઉઠાવનાર પગલાઓ અંગે પણ વિચાર કરાશે. આ બેઠક સાડા અગિયાર વાગે આરોગ્ય મંત્રાલયમાં શરૂ થશે. દેશના મોટા રાજયો જેવા કે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તેલંગાણા, તામિલનાડુમાં કોવિડના વધતા કેસ અંગે પગલા મુદ્દે ચર્ચા થશે. ત્યારબાદ, મંત્રી સમુહ આ અંગે આગળનો નિર્ણય કરશે. આ બેઠકમાં કોવિડ ટેસ્ટ, હોસ્પિટલોની સંખ્યા, લેબોરેટરી તેમજ લોકોને વધુ જાગૃત કરવા ઉપર ચર્ચા થઇ શકે છે.
