Skip to main content
Settings Settings for Dark

રેલવેનો મહત્વનો નિર્ણય, ટ્રેનોના પરિવહન પર 12 ઑગસ્ટ સુધી પૂર્ણવિરામ

Live TV

X
  • રેલવેના આ નિર્ણય બાદ એક જુલાઈથી લઈને 12 ઓગસ્ટ સુધી નિયમીત ટ્રેનો માટે બુક કારયેલી તમામ ટિકિટો આપોઆપ રદ્દ થઈ જશે. રેલવે બોર્ડ અનુસાર આવી સ્થિતિમાં મુસાફરોને સો ટકા રિફંડ આપવામાં આવશે.

    કોરોના સંકટમાં ટ્રેનોના સંચાલન પર ફરી એકવાર પૂર્ણવિરામ મુકી દેવાયુ છે. ભારતીય રેલવે એ ગુરૂવારે એક આદેશ બહાર પાડીને નિયમિત ટ્રેનોના પરિવહન પર પહેલથી જ ચાલી આવતા પ્રતિબંધને 12 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. એટલે કે આગામી 12 ઓગસ્ટ સુધી તમામ મેલ, એક્સપ્રેસ, પેસેન્જર સહિત લોકલ ટ્રેન અને EMUનું પરિચાલન બંધ રહેશે.

    હાલમાં મર્યાદિત સંખ્યામાં દોડાવવામાં આવી રહેલી 230 વિશેષ ટ્રેનોનું પરિચાલન પહેલાની જેમ જ યથાવત રહેશે.જેમાઁથી 30 ટ્રેન 12 મેથી તો 200 ટ્રેન 1 જૂનથી શરૂ થઈ હતી. મહત્વપૂર્ણ છે કે, રેલવે એ દેશવ્યાપી લોકડાઉન વચ્ચે 25 માર્ચથી તમામ ટ્રેનના પરિવહન પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply