Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાનો રીકવરી રેટ વધ્યો, બે લાખ 85 હજારથી વધારે લોકો થયા સ્વસ્થ

Live TV

X
  • ગઇકાલે એક જ દિવસમાં નોંધાયા સૌથી વધુ 18 હજાર 185 કેસ - સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 89 હજારને પાર-વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 96 લાખને થઈ પાર.

    કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એક ટીમ આજથી ગુજરાત, મહારાષ્ટ્ર, અને તેલંગાણાની 4 દિવસ માટે મુલાકાત લેશે.,. આ ટીમ રાજ્ય સરકારોની સાથે કોવિડ-19 ને લઈને કરાયેલી વ્યવસ્થા અને પ્રયાસોને સુદ્રઢ કરશે. આ ટીમનું નેતૃત્વ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ કરશે. આ કેન્દ્રીય ટીમ કોરોના વાઈરસનાં નિયંત્રણ માટે રાજ્યો દ્વારા કરવામાં આવેલા ઉપાયોની સમીક્ષા કરશે.

    આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1 લાખ 42 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે.તો ગુજરાતમાં 29 હજારથી વધુ અને તેલંગાણામાંથી 10 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યાં છે. મહત્વપૂર્ણ છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યાં વધી ગઈ છે, પરંતુ રાહતની વાત એ છે , કે કોરોનાને માત આપીને સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.

    છેલ્લાં 24 કલાકમાં 13 હજાર 983થી વધુ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં દેશમાં , 2 લાખ 85 હજાર 671 લોકો સંક્રમણ મુક્ત થઈ ચુક્યાં છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં , 18 હજાર 185 કેસ નોંધાયા હતાં. જ્યારે 401 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

    દેશમાં અત્યાર સુધીમાં કુલ 15 હજાર 308 લોકોએ કોરોના મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ દેશમાં ટેસ્ટીંગ માટે , લેબોરેટરીની સંખ્યા પણ વધારાઈ છે. કોરોના સામે રિકવરીનો દર પણ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 2 લાખ 85 હજાર 671 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply