Skip to main content
Settings Settings for Dark

CBSE ધોરણ 10 અને 12નું પરિણામ 15 જૂલાઈ સુધીમાં થશે જાહેર

Live TV

X
  • ICSE એ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે 10 અને 12માં બંને ધોરણ માટે બાકી રહેલી પરીક્ષા આપાવાનો વિકલ્પ આપવામાં આવશે.

    નોંધનીય છે કે, CBSEએ ગઇકાલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું છે કે 1થી 15 જુલાઇ સુધી નિર્ધારીત ધોરણ 10 અને 12ની બાકીની પરીક્ષાઓને, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    બોર્ડે એ પણ કહ્યું કે, આ પરિક્ષાઓ, પછી આયોજીત કરાશે. દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે 1 થી 15 જુલાઇ દરમ્યાન યોજાનારી ધોરણ 12ની બાકીની પરીક્ષાઓ રદ્દ કરવા સંબંધીત અરજીની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું હતું. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવીલકરની અધ્યક્ષતા હેઠળની પીઠને જણાવ્યું હતું કે 12મા ધોરણના વિદ્યાર્થીઓના પરફોર્મન્સને ગત પરિક્ષાના આધારે મુલ્યાંકન કરવાની યોજના પણ બનાવવામાં આવી છે.

    અગત્યના મુદ્દા

    CBSEના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની અસમંજસ થઈ દૂર
    15 જુલાઈએ ઈન્ટર્નલ પરીક્ષાના આધારે ફાઈનલ પરિણામ જાહેર થશે
    CBSE કમિટીની ગાઈડલાઈન મુજબ અંતિમ પરિણામ નક્કી થશે
    ધોરણ 10-12ના વિદ્યાર્થીઓના ભવિષ્યનો આગળનો રસ્તો સાફ
    CBSEના નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
    ICSE પણ એક સપ્તાહમાં આવી નોટિફિકેશન લાવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply