Skip to main content
Settings Settings for Dark

વધતા કેસોના પગલે આજથી દિલ્હીમાં સીરોલોજિકલ સર્વે

Live TV

X
  • 10 જુલાઈ સુધી 20 હજાર લોકોની તપાસ કરવામાં આવશે

    રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રકત સંબંધી સર્વેક્ષણ સીરોલોજીકલ સર્વે આજથી શરૂ થશે. દિલ્હીમાં 27 જુનથી 10 જુલાઇ વચ્ચે લગભગ 20 હજાર લોકોની તપાસ કરવામાં આવશે. આ સર્વે દ્વારા દિલ્હીમાં કોવિડ-19નું વ્યાપક વિશ્લેષણ હાથ ધરાશે. અને વૈશ્વીક સંક્રમણ સામે વ્યાપક રણનિતિ માં પણ સહાયક રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના સચિવ અજય ભલ્લાના વિવિધ નિર્ણયોના અમલીકરણ ની સમિક્ષા કરવાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ તમામ નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા વાળી બેઠકમાં લેવામાં આવ્યા હતાં.આ સર્વે એનસીડીસી અને દિલ્હી સરકાર સાથે મળીને કરશે. આ સબંધી તમામ ટુકડીઓનું પ્રશીક્ષણ ગઇકાલે પુરુ થયું છે. આ સર્વે એન્ટીબોડીની તપાસ કરવા માટે હાથ ધરાય છે. તેનાથી કોરોના સામે પ્રતિરોધકની જાણકારી મળી શકે છે. દિલ્હીની સ્થિતિ જોતા તમામ સ્કુલ 31 જુલાઇ સુધી બંધ રહેશે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાએ આ જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply