દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો 15 જુલાઈ સુધી મોકુફ
Live TV
-
છતરપુરના રાધાસ્વામી વ્યાસ પરિસરમાં 2,000 બેડ સાથે શરૂ થયું દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર
આંતરરાષ્ટ્રીય વિમાનસેવા 15 જુલાઈ સુધી મોકૂફ રાખવામાં આવી હોવાનું ઉડ્ડયન નિયામક ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિયેશન-ડીજીસીએએ શુક્રવારે કહ્યું હતું. જો કે, તેમણે કહ્યું હતું કે, જરૂરિયાતના આધારે પસંદગીના રૂટ પર અમુક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ઉડ્ડયનની પરવાનગી આપવામાં આવશે, એમ ડીજીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું.
કોરોના વાઈરસની મહામારીને કારણે ૨૩ માર્ચે ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસી વિમાનસેવા સસ્પેન્ડ કરવામાં આવી હતી.સરકાર દ્વારા છ્ઠ્ઠી મેથી શરૂ કરવામાં આવેલા વંદે માતરમ મિશન હેઠળ ઍર ઈન્ડિયા અને અન્ય સ્થાનિક ખાનગી ઍરલાઈન્સ ફ્લાઈટ્સ ઑપરેટ કરી રહી છે.બે મહિનાના સમયગાળા બાદ ભારતે પચીસ મેએ સ્થાનિક પ્રવાસી વિમાનસેવા ફરી શરૂ કરી હતી. કોરોનાના રોગચાળાને પગલે દેશભરમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન રદ કરાયું છે.
ઍર ઈન્ડિયા સહિતની અનેક ઍરલાઈન્સ પોતાની રદ થયેલી ફ્લાઈટ્સનું પૂરું રિફંડ આપવા ગલ્લાતલ્લા કરી રહી છે. આ ઉપરાંત ફ્લાઈટ્સ રદ થઈ હોવાની માહિતી મુસાફરોને આપતી ન હોવાની ફરિયાદ થઈ રહી છે.
