દેશમાં 24 કલાકમાં 18 હજારથી વધુ કેસ, 300થી વધુના લોકોનાં મોત
Live TV
-
પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5 લાખને પાર, કુલ એક્ટિવ કેસ 1,97 લાખ
દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 5,08,953 થઈ ગઈ છે. શનિવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં હાલ 1,97,387 સક્રિય કેસ છે, જ્યારે 2,95,880 લોકો સાજા થયા છે અને 15,685 લોકોનાં મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 18 હજારથી વધુ કેસ વધ્યા છે. દેશમાં અત્યાર સુધી 79,96,707 લોકોની તપાસ કરવામાં આવી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 2,20,479 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
