'વંદે માતરમ' ના રચનાકાર બંકિમચંદ્ર ચેટર્જીને તેમની તિથિ પર નમન
Live TV
-
આજે રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ના રચનાકાર મહાન લેખક અને કવિ બંકિમ ચંદ્ર ચેટર્જી (બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય) ની જયંતિ છે.
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ બંકિમચંદ્રની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'મહાન સાહિત્યકાર દેશમાં રાષ્ટ્રીય ચેતના જગાવી અને સાંસ્કૃતિક ચેતનાને મુખ્ય અભિવ્યક્તિ આપી.'
તેઓ નવલકથાકાર પણ હતા. તેમણે ઉત્તર બંગાળમાં 1773ના સંન્યાસી વિદ્રોહ પર 1882માં 'આનંદમઠ' નવલકથા લખી હતી. વંદે માતરમ રાષ્ટ્રગીત પણ આ જ નવલકથામાંથી લેવામાં આવ્યું હતું.
