Skip to main content
Settings Settings for Dark

કોરોના સામે લડવા આરોગ્ય સેતુ સુરક્ષા કવચ, અત્યાર સુધી 13 કરોડ લોકોએ કરી ડાઉનલૉડ

Live TV

X
  • ઓછા સમયમાં મોટી સંખ્યામાં ડાઉનલૉડ થનારી એપ્લિકેશન બની

    આરોગ્ય સેતુ એપ્લિકેશન કોરોના મહામારી સામે લડવા સુરક્ષા કવચ સાબિત થઇ રહી છે. આ એપ પર લોકોનો વિશ્વાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધી આ એપ ડાઉનલોડ કરનારાની સંખ્યા 13 કરોડ પર પહોંચી ગઇ છે. લોન્ચ થયા બાદ આરોગ્ય સેતુ એપને થોડા જ દિવસોમાં એક કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી ચૂક્યા હતા. એંડ્રોઇડ અને આઇફોન બંને પ્રકારના સ્માર્ટફોન પર તેને ડાઉનલોડ કરી શકાય છે. 11 ભાષાઓમાં ઉપલબ્ધ, એપ અખિલ ભારતીય સ્તર પર ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી છે. તેની બનાવટ એવી છે, જે વધુ કામનું ભારણ લઇ શકે છે.

    કેવી રીતે કામ કરે છે એપ્લિકેશન ?

    આ એપ બ્લૂટૂથ અને લોકેશનને ઓન રાખવા માટે કહે છે. જ્યારે પણ તમે કોઇપણ ભીડભાડવાળા સ્થળ પર જાવ છો. આ એપ બ્લૂટૂથ વડે આસપાસના મોબાઇલને સંદેશની આપ-લે કરે છે. જ્યારે તમે કોઇની પાસે ઉભા રહ્યો અને પાસે ઉભેલો વ્યક્તિ પન ગ્રીન ઝોનવાળો નોર્મલ વ્યક્તિ જ છે પરંતુ તે વ્યક્તિ આજથી 10 દિવસ બાદ કોઇ કારણથી કોરોના પોઝિટિવ થઇ જશે તો આ એપ તમને તાત્કાલિક સતર્ક કરી દેશે. એવામાં તમે પોતાની તપાસ સુનિશ્વિત કરાવી શકો છો. આ એપ તમને હોટ સ્પોટ્ની સૂચના પણ આપી દેશે, જેથી તમે રસ્તો બદલી લો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply