Skip to main content
Settings Settings for Dark

પૂર્વ લદાખ સરહદની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Live TV

X
  • ભારતના એક સૈન્ય અધિકારી અને બે જવાનો શહિદ.- ચીન તરફે પણ ખુવારીના અહેવાલ. સ્થિતિને થાળે પાડવા માટે બંને દેશો વચ્ચે સૈન્ય વાટાઘાટો ચાલુ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર , CDS જનરલ બિપીન રાવત તેમજ સૈન્યની ત્રણે પાંખના વડાઓ વચ્ચે યોજાઇ સમીક્ષા બેઠક.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંરક્ષણ મંત્રીએ આપી જાણકારી.

    પુર્વ લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી મડાગાંઠે હિંસક વળાંક લીધો છે. ગલવાન ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણમાં ભારતના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. છે. મળતા અહેવાલ મુજબ હિંસક અથડામણને પગલે બંને પક્ષે ખુવારી સર્જાઇ હતી.ભારતીય સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ ગલવાન ઘાટી પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસ શીલ છે. બંને પક્ષો હાલમાં વાતચીતની મદદથી તંગદીલી ઘટાડીને સ્થિતીને અંકુશમાં લેવા પ્રયાસશીલ છે. ગલવાન ખીણ વિસ્તારમાં હિંસક અથડામણ સર્જાતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સવારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી. બેઠકમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને સૈન્યની ત્રણેય પાંખના વડા ઉપરાંત વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘટનાક્રમ અંગે જાણકારી પણ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply