કોરોના : હોમ આઈસોલેશનને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરી નવી માર્ગદર્શિકા
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કોવિડ-19 ને લઈને હોમ આઈસોલેશન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા કોવિડ-19 ના, હળવા ,મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશન થવા અંગે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
હાલના સંજોગોને ધ્યાને લઈને સિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતા કેસો વધતા ,આ માર્ગદર્શિકા માં, જરૂરી સુધારા કરવા માં આવ્યાં છે. જે અનુસાર ,હોમ આઈસોલેશન દરમિયાન દર્દીઓને ઘરે આઈસોલેશન ની સુવિધા હોવી જોઈએ. તેમજ વ્યક્તિને સારવાર આપતા ડોક્ટરને હોમ આઈસોલેશન માટે મંજુરી આપતા પહેલાં તમામ બાબતો અંગે, સંતોષ થવો જોઈએ.
આ ઉપરાંત હોમ આઈસોલેશન હેઠળના દર્દીઓ વિશે ની વિગતો પણ, કોવિડ-19 પોર્ટલ, અને સુવિધા એપ્લિકેશન પર ,અપડેટ કરવાની રહેશે અને તેનો અમલ કરવો પડશે. હોમ આઈસોલેશન માં રહેલા દર્દીને લક્ષણો નાં શરૂઆતના 10 દિવસ માં જો 3 દિવસ સુધી તાવ ન આવે તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે. હોમ આઈસોલેશન નો સમય સમાપ્ત થયાં પછી, પરીક્ષણ ની જરૂર નહી રહે,. હોમ આઈસોલેશન માં રહેલા દર્દી ને ,આરોગ્ય સંબંધી ,તમામ માર્ગદર્શિકા નું ,કડક પણ પાલન કરવાનું રહેશે.
