ખાનગી કંપનીઓ દ્વારા વિરૂદ્ધ કોઈપણ કાર્યવાહી કરવામાં આવે નહીંઃ SC
Live TV
-
સુપ્રિમકોર્ટે નિર્દેશ આપ્યો છે કે એ ખાનગી કંપનીઓ વિરૂધ્ધ આગામી મહિનાના છેલ્લાં અઠવાડિયા સુધી લોક ડાઉન દરમિયાન પોતાના કર્મચારીઓને વેતન નહીં ચૂકવવા બદલ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, સંજય કિસન કૌલ અને M.R.શાહની ખંડ પીઠે જણાવ્યું હતું કે ઉદ્યોગો અને કર્મચારીઓ બંનેને એક બીજાની જરૂરિયાત છે. એટલા માટે બંને પક્ષોએ હળી મળીને આ મુદ્દે સમાધાન કરવું જોઈએ. પીઠે રાજ્ય સરકારોને જણાવ્યું છે કે તેઓ સમાધાનની આ પ્રક્રિયામાં સહાયતા કરે અને આ સંદર્ભમાં શ્રમ વિભાગને રિપોર્ટ સોંપે
