SC એ મૃતદેહોના અંતિમ સંસ્કારની રીટ પર કરી સુનાવણી
Live TV
-
સર્વોચ્ચ અદાલતે કોરોનાને કારણે મોતને ભેટનારા લોકોના મૃતદેહો સાથે જે સંવેદન હીનતા દર્શાવવામાં આવી
સર્વોચ્ચ અદાલતે કોરોનાને કારણે મોતને ભેટનારા લોકોના મૃતદેહો સાથે જે સંવેદન હીનતા દર્શાવવામાં આવી રહી છે. તેના મામલે રાજ્ય સરકારોને આડે હાથે લીધી હતી. સુપ્રીમ કોર્ટે કોવિડ-૧૯ના સંક્રમિત દર્દીઓની સારવાર અને તેમના મોત બાદ મૃતદેહોના અંતિમ સંસ્કારની રીત પર શુક્રવારે સુનવાણી કરી હતી. 3 જજો ની બેંચે દિલ્હીની સરકારી હોસ્પિટલની ઝાટકણી કાઢતા કહ્યું કે અહીંયા કોઈને મૃત દેહની ચિંતા જ નથી. મૃતકના પરિવારને જાણ નથી, પશુઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. કોર્ટે દિલ્હી સરકાર અને રાજધાનીના લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલને આ અંગે જવાબ આપવા માટે કહ્યું છે. સર્વોચ્ચ અદાલતે રાજ્યોના મુખ્ય સચિવોને પણ દર્દીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સ્થિતિને જોવા અને તેનો રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.
