ગલવાન ઘાટી ભારતનો હિસ્સોઃ વિદેશ મંત્રાલય
Live TV
-
ગલવાન ઘાટી પર ચીનના દાવાને ભારતે ફગાવ્યો, વિદેશ મંત્રાલયે કહ્યું, ચીન દ્વારા અતિશયોક્તિપૂર્ણ અને પાયાવિહોણા દાવા કરવા પરસ્પરની સમજૂતી વિરુદ્ધ
વિદેશમંત્રી ડોક્ટર એસ.જયશંકરે ચીનના વિદેશમંત્રી વાંગ યીના સમક્ષ ગલવાન ઘાટીમાં થયેલી અથડામણને કડક શબ્દોમાં વિરોધ દર્શાવ્યો છે. ડોક્ટર જયશંકરે કહ્યું છે કે, 6 જૂને બંને દેશોના વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની વચ્ચે તણાવ ઓછો કરવા અને વાસ્તવિક નિયંત્રણ રેખાથી અલગ રહેવા માટેની સમજૂતી થઈ હતી. પરંતુ ગલવાન ઘાટીમાં વાસ્તવિક નિયંત્રણ રેખાના ભારતના હિસ્સામાં ચીન તરફથી માળખું ઉભું કરવાના પ્રયાસોથી સમગ્ર વિવાદ શરૂ થયો હતો.ચીને પહેલાથી તૈયાર પોતાની યોજના મુજબ કાર્યવાહી કરી, જેનાથી અથડામણ થઈ અને જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ડોક્ટર જયશંકરે પોતાની વાત પર ભાર આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાક્રમથી ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર અસર થઈ શકે છે.તેમણે કહ્યું કે, આ જ સમય છે જ્યારે ચીની પક્ષ પોતાની કાર્યવાહીનું ફરીથી આકલન કરે, અને ભૂલ સુધારવા માટેના પગલાં ભરે. વિદેશમંત્રીએ કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાનું પૂર્ણ સન્માન થવું જોઈએ. અને પરિવર્તન માટે કોઈ એકપક્ષીય કાર્યવાહી ન થવી જોઈએ.આ સાથે ચીનના વિદેશમંત્રીએ હાલના ઘટનાક્રમ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.બંને વિદેશમંત્રીઓ સહમત થયા છે કે, સમગ્ર સ્થિતિ પર સંપૂર્ણ જવાબદારી સાથે આગળ વધશે
