Skip to main content
Settings Settings for Dark

વ્યથ નહીં જાય જવાનોનું બલિદાન, ભારત જવાબ આપવા સક્ષમઃ પીએમ

Live TV

X
  • ચીન સાથે સીમા પર થયેલી અથડામણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને અપાવ્યો વિશ્વાસ- કહ્યું,ભારતની અખંડતા અને સંપ્રભુતા સર્વોચ્ચ, તેની રક્ષાથી અમને કોઈ રોકી ન શકે

    ભારત-ચીન સરહદ સ્થિતિને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું છે કે, જવાનોનું બલિદાન એળે નહીં જાય.તેમણે કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતા સામે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં થાય. અને આ અંગે કોઈને ભ્રમ કે કોઈ શંકા ન હોવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ ઉશ્કેરવા પર જવાબ આપવામાં પણ સક્ષમ છે.આ સાથે પ્રધાનમંત્રીએ બે મિનિટનું મૌન પાળી શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.તેમની સાથે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. મહત્વનું છે કે, પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં સોમવારની રાતે ચીની સૈનિકો સાથે ભારતીય સૈનિકોની થયેલી હિંસક અથડામણમાં દેશના 20 જવાન શહીદ થયાં છે. સેના તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, 15 અને 16 જૂનની રાતે ગલવાન ક્ષેત્રમાં ચીની સૈનિક અને ભારતીય સૈનિક ઘર્ષણમાં ઉતરી આવ્યાં હતાં. જેમાં 17 જવાન સ્ટેન્ડ ઓફ લોકેશન પર ફરજ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. અને ઉંચાઈવાળા વિસ્તારમાં શૂન્યથી નીચા તાપમાનમાં ઈજાગ્રસ્ત થતાં કુલ 20 જવાનો શહીદ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply