PM મોદીએ આવતીકાલે LACની સ્થિતિ અંગે બોલાવી સર્વપક્ષીય બેઠક
Live TV
-
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં 20 સૈનિકો શહીદ થયા છે. બંને દેશો વચ્ચે ઊભી થયેલી સ્ફોટક સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ભારત-ચીન સરહદની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. 19 જૂને સાંજે 5 વાગ્યે આયોજિત થનારી આ વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક પાર્ટીઓના પ્રમુખો સામેલ થઈ શકે છે. વડાપ્રધાન કાર્યલયના ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે. લદાખમાં 14 હજાર ફુટની ઊંચાઈએ આવેલી ગલવાન ઘાટીમાં LAC પર આ સંઘર્ષ 3 કલાક સુધી ચાલ્યો. પથ્થરો, લાઠીઓ અને ધારદાર ચીજોથી હુમલો કરવામાં આવ્યો.
