ચીની સૌનિકોના હુમલા મુ્દ્દે રાજનાથ સિંહે બેઠક કરી, બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા પ્રયાસ
Live TV
-
સેના પ્રમુખો, ચીફ ડિફેન્સ સ્ટાફ અને વિદેશમંત્રી સાથે વાતચીત પીએમ મોદીને સ્થિતિ અંગે અવગત કરાયા
પૂર્વ લદાખની ગલવાન ઘાટી સહિત આસપાસના કેટલાંક વિસ્તારોમાં ભારત અને ચીનની સેના વચ્ચે 5મી મેથી જ તણાવ વધી ગયો હતો.. આ તણાવને ઘટાડવા માટે વિવિધ સ્તર પર વાતચીત પણ કરવામાં આવી રહી હતી. પરંતુ સોમવારની રાતે સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું જેમાં બંને દેશના સૈનિકોને નુકસાન થયું છે.. તો કેટલાંક સૈનિકોએ જીવ પણ ગુમાવ્યો છે. આ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્ય પ્રમુખો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને વિદેશ મંત્રી સાથે મહત્વની બેઠક યોજી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ બાબતે અવગત કરાયા હતાં.. આ તરફ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેના તણાવને ઘટાડવા માટે રાજકીય સ્તરે ગતિવિધિઓ શરૂ છે. વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે, આ તણાવ ઘટાડવાની પ્રક્રિયા સરળતાથી આગળ વધશે.. જો કે, ચીને સામાન્ય સમજૂતિનું ઉલ્લંઘન કરીને લાઈન ઓફ એક્ચ્યુલનું સમ્માન કર્યું નથી... વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ચીન તરફથી યથાશક્તિને બદલવાની એકતરફી કાર્યવાહી બાદ આ ઘટના ઘટી છે.. ચીને સમજુતીનું પાલન કર્યું હોત તો નુકસાનને પણ અટકાવી શકાય તેમ હતું.. ભારતની ગતિવિધિ હંમેશા એલ.એ,સી પર ભારતીય સીમાની અંદર જ રહી છે.અને ચીન પાસે પણ આ જ અપેક્ષા રાખીએ છીએ..
