24 કલાકમાં કોરોનાના 12 હજારથી વધુ કેસ પણ રિકવરી રેટ વધીને 53 ટકા થયો
Live TV
-
કોરોનાના કુલ 3,66 લાખ કેસ, જેમાથી 1,94 લાખ સાજા થયા જ્યારે 12,237ના મૃત્યુ
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. ગુરુવાર સવારે જાહેર થયેલા આંકડાઓએ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 334 દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે, જ્યારે 12,881 નવા કેસ નોંધાયા છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3 લાખ 66 હજાર 946 કન્ફર્મ કેસ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે જાહેર થયેલા આંકડામાં એક જ દિવસસમાં 2,003 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના હવે 1 લાખ 60 હજાર 384 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 12,237 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 1 લાખ 94 હજાર 325 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
