Skip to main content
Settings Settings for Dark

ગૂગલ ભારતમાં 75,000 કરોડ રૂ.નું કરશે રોકાણ, સુંદર પિચાઈએ PM મોદી સાથે કરી વર્ચ્યુઅલ બેઠક

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સર્ચ એન્જિન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી.

    પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ આ વાતચીતને ખરા અર્થમાં સાર્થક રહી હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, 'આજે સવારે સુંદર પિચાઈ સાથેની વાતચીત સફળ રહી. અમે ભારતના ખેડૂતો, યુવાનો અને વ્યાપારીઓના જીવનને બદલવા માટે ટેકનિકલ પાવર વાપરવા સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.'

    પ્રધાનમંત્રીએ પોતાના બીજા ટ્વિટમાં કહ્યું કે, 'વાતચીત દરમ્યાન સુંદર પિચાઈ અને મેં ઘણી નવી કાર્ય સંસ્કૃતિ વિશે વાત કરી, જે કોવિડ-19ના સમયમાં વિકસી રહી છે. અમે તેવા પડકારો પર પણ ચર્ચા કરી, જે કોરોના વાયરસના કારણે ઉભા થયા છે. અમે ડેટા સુરક્ષિત રાખવા અને સાયબર ક્રાઈમના મહત્વ વિશે પણ વાત કરી.'

    ભારતની ડિઝિટલ અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ભારત ડિઝિટલાઈઝ કોષ માટે ગૂગલે આગામી 5 થી 7 વર્ષોમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગૂગલના CEO એ ભારતમાં કોરોના મહામારી વિરુદ્ધ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

    સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, ઇકોસિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ્સમાં આ રોકાણ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટનરશિપ અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મિશ્રણ હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગની સાથે અમે ભાગીદારી કરી છે અને સસ્તા દરે મોબાઇલ ફોન પૂરા પાડવાની દિશામાં કામ કર્યું છે. Google My Business 26 મિલિયન ડિજિટાઇઝ્ડ થયું છે.

    વધુમાં તેમણે જણાવ્યું કે, GST અને ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં Googleની અગત્યની ભૂમિકા રહી છે. હેલ્થ અને એગ્રીકલ્ચર માટે આર્ટિફિશિયલ ઘણું અગત્યનું છે. કુદરતી આફતો જેમ કે પૂરની સ્થિતિમાં ગૂગલે ઘણા કારગર પગલાં ભર્યા છે.

    તેમણે વર્તમાન સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, 'હાલની સ્થિતિ એક પડકાર છે. આપણે એવા લોકોને મળી નથી શકતા, જેમને આપણે પ્રેમ કરીએ છીએ. ઑનલાઈન હોવાની ક્ષમતા આજે જરૂરી બની છે. માતા પિતા પોતાના પરિવારને સ્વસ્થ રાખવા માટે અપડેટ રહે છે તો ક્યાંક વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે અપડેટ થઈ રહ્યા છે. એવી સ્થિતિમાં વૈશ્વિક માહિતીને સાર્વભૌમિક રીતે સરળતાથી પહોંચી રહે તે ગૂગલના મિશનમાં છે.'

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply