ગૃહ મંત્રાલયે વીઝા અને યાત્રા પ્રતિબંધોમાં છૂટ આપી
Live TV
-
વિદેશમાં ફસાયેલા કેટલાક વધુ શ્રેણીઓના OCI કાર્ડ ધારકો સાથે,અનેક વર્ગોમાં વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજૂરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના સંકટ વચ્ચે અમલી બનેલા વીઝા અને પ્રવાસ નિયંત્રણોમાં છુટછાટ આપતાં વિદેશમાં ફસાયેલા કેટલીક વધુ શ્રેણીના OCI કાર્ડધારકો સહિતના અનેક વર્ગના વિદેશી નાગરિકોને ભારત આવવા મંજૂરી આપી દીધી છે. વિદેશોમાં ફસાયેલા જ OCI. કાર્ડધારકોને ભારત આવવા મંજૂરી આપવા માં આવી છે ,તેમાં એવા નાના બાળકો કે જે OCI કાર્ડધારક છે અને જેમના માતા પિતા ભારતીય નાગરિક છે તેમનો પણ સમાવેશ થાય છે. એવા OCI કાર્ડધારક કે જે પરિવારમાં મૃત્યુ જેવા સંકટ સમયે ભારત આવવા માંગે છે ,તેમ જ એવા દંપતી કે જેમાંથી પતિ કે પત્ની બેમાથી એક ઓસીઆઇ કાર્ડધારક અને એક ભારતીય નાગરિક છે તેમના માટે પણ છુટછાટ આપવા માં આવી છે. આ ઉપરાંત કાર્ડધારક હોય તેવા વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ કે જેમના માતા કે પિતામાંથી એક ઓસીઆઇ કાર્ડધારક છે કે ભારતીય નાગરિક છે તેમને પણ રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત માતા પિતામાંથી એક ભારતીય નાગરિક હોય કે ઓસીઆઇ કાર્ડધારક હોય તેવા બાળકોનો પણ તેમાં સમાવેશ થાય છે
