Skip to main content
Settings Settings for Dark

ગોવામાં ઉર્જા સંક્રમણ અને G-20 બેઠકનો આજે અંતિમ દિવસ

Live TV

X
  • ભારતની G-20ની અધ્યક્ષતાના હેઠળ વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગોવામાં ઉર્જા સંક્રમણ અને G-20 બેઠકનો આજે અંતિમ દિવસ છે. ગોવામાં ઉર્જા સંક્રમણ પર મંત્રી સ્તરીય બેઠક થઈ રહી છે. કેન્દ્રીય ઉર્જા અને નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી આર.કે. સિંહ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉર્જા સંક્રમણ પર મંત્રી સ્તરીય બેઠકને વીડિયો સંદેશના માધ્યમથી સંબોધિત કરશે. વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઉર્જાને વધારવા માટે કેટલાય દિવસોથી વિચારવિમર્શ થઈ રહ્યો છે.  ભારતની G-20ની અધ્યક્ષતા ઉર્જા સંક્રમણને વૈશ્વિક સ્તરે સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે. G-20 મંત્રી સ્તરીય બેઠક બાદ કેન્દ્રીય ઉર્જા અને નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી આર.કે. સિંહ દ્વારા ગ્રીન હાઈડ્રોજન ઈનોવેશન સેન્ટરનું શુભારંભ કરાશે. જ્યારે કેન્દ્રીય મંત્રી હરદીપ સિહં પુરી દ્વારા ગ્લોબલ બાયોફ્યૂલ અલાયન્સનું શુભારંભ કરાશે. 

    G-20 અંતર્ગત મધ્ય પ્રદેશના ઈન્દોરમાં G-20 શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક શુક્રવારે પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં 26 મંત્રીઓ સહિત 176 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, સદસ્ય દેશો દ્વારા 3 G-20 નીતિ પ્રાથમિકતાઓનો સ્વીકાર કરાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply