Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી

Live TV

X
  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ શુક્રવાર ​​સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું કે, ભારતની પાડોશી પ્રથમ નીતિ અને ક્ષેત્રમાં તમામ લોકોની સુરક્ષા તેમજ વિકાસ સંબંધિત ભારતની દૃષ્ટિમાં શ્રીલંકાનું વિશેષ સ્થાન છે. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ભારતના બહુપક્ષીય સમર્થનથી શ્રીલંકાને તેની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળી છે. આ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

    રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે ભારત હંમેશા જરૂરિયાતના સમયે શ્રીલંકાની પડખે ઊભું રહ્યું છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખશે. તેમણે કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચેની ભાગીદારી કાયમી છે અને બંને દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રના લોકો માટે ફાયદાકારક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply