મહારાષ્ટ્રના રાયગઢના ભૂસ્ખલનમાં મૃત્યાંક 22એ પહોંચ્યો
Live TV
-
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઈરસાલવાડી ગામમાં ભૂસ્ખલનની ઘટના બની. આ ઘટનામાં અત્યાર સુધી 22 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. NDRFની ટીમે ખરાબ વાતાવરણને કારણે શુક્રવારે સાંજે બચાવ કાર્ય પર રોક લગાવી પડી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે, આવશ્યક મેડિકલ મદદ ઉપલબ્ધ થાય તે માટે આધાર શિબિર સ્થાપિત કરાઈ છે. વિસ્થાપિત પરિવારોની સહાયતા માટે આવશ્યક વ્યવસ્થા ગોઠવાઈ છે. તેમણે જણાવ્યું કે, સરકારે ભૂસ્ખલનની આશંકાવાળા ક્ષેત્રોથી લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઈરસાદવાડીના તમામ 48 પીડિત પરિવારો માટે સ્થાયી આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
