પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો
Live TV
-
ભારત અને શ્રીલંકાએ આર્થિક સહયોગ, નવીનીકરણીય ઉર્જા અને પર્યટન ક્ષેત્રમાં પાંચ મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. મીડિયાને સંબોધતા વિદેશસચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, આ કરારોમાં શ્રીલંકાના ત્રિંકોમાલી જિલ્લામાં આર્થિક વિકાસ પ્રોજેક્ટ્સ માટે રિન્યુએબલ એનર્જીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્રીલંકામાં UPI આવેદન સ્વીકૃતિ માટે NIPL અને લંકા પે વચ્ચે એક કરાર છે. તેમણે કહ્યું કે, તેનાથી બંને દેશો વચ્ચે ચુકવણી સંબધિત પ્રવાહમાં સરળતા રહેશે. વિદેશ સચિવે જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચે ભારતથી પર્યટકોની આવન જાવન માટે પણ ચર્ચા થઈ હાલમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસ માટે લોકો શ્રીલંકા જઇ રહ્યા છે.
બંને નેતાઓએ આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ વિકાસશીલ બનાવવા પોતાના દ્રષ્ટિકોણ જણાવ્યા. ક્વાત્રાએ જણાવ્યું હતું કે, ભારત શ્રીલંકામાં વિશેષરૂપે ભારતીય મૂળના તમિલ સમુદાય માટે એક વિકાસ પેકેજ લાગુ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગત વર્ષ શ્રીલંકા અને ભારતના લોકો માટે પડકાર ભરેલું રહ્યું, પરંતુ આ સંકટ સમયે ભારત એક ગાઢ મિત્ર તરીકે હંમેશા શ્રીલંકાના લોકો સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારતની પડોશી પહેલાની નીતિ અંતર્ગત અને સાગર દ્રષ્ટિકોણ હેઠળ શ્રીલંકાનું પણ મહત્વનું સ્થાન છે.
