Skip to main content
Settings Settings for Dark

ઘઉંના ભાવવધારાને નિયંત્રિત કરવા માટે ખુલ્લા બજારમાં 30 લાખ મેટ્રિક ટન ઘઉં વેચવામાં આવશે

Live TV

X
  • કેન્દ્ર સરકારે ઘઉંના ભાવવધારાને નિયંત્રિત કરવા માટે ખુલ્લા બજારમાં વેચાણ યોજના શરૂ કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ રાજ્યમંત્રી, સાધ્વી નિરંજન જ્યોતિએ જણાવ્યું હતું કે, ભારતીય ખાદ્ય નિગમે, દેશમાં ઘઉંના ભાવમાં વધારો અટકાવવા પ્રયત્નો કર્યા છે. ગુવાહાટીમાં નિગમની સમીક્ષા બેઠક બાદ  તેમણે કહ્યું કે હતું કે, આ યોજના હેઠળ 30 લાખ મેટ્રિક ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવામાં આવશે. એફસીઆઈએ આસામ, ત્રિપુરા, મિઝોરમ અને મેઘાલય માટે ટેન્ડર બહાર પાડ્યા છે અને કુલ 16,400 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો લોટની મિલો, ખાનગી વેપારીઓ, જથ્થાબંધ ખરીદદારો અને ઘઉંના ઉત્પાદનોના ઉત્પાદકોને નિયુક્ત ડેપોમાંથી ઘઉંનું વિતરણ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, પૂર્વોત્તરનાં રાજ્યોમાં સંગ્રહ ક્ષમતા 5 લાખ મેટ્રિક ટનથી વધારીને 8 લાખ 21 હજાર મેટ્રિક ટન કરી છે.  ચાલુ ખરીફ ઋતુ દરમિયાન આસામમાં 1 લાખ 21 હજાર મેટ્રિક ટન અને ત્રિપુરાએ 28 હજાર 476 મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply