સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ સબા કોરોસી અને વિદેશમંત્રી એસ.જયશંકરની મુલાકાત
Live TV
-
ભારતના પ્રવાસે આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રના અધ્યક્ષ સબા કોરોસી નવી દિલ્હીમાં વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંન્ને નેતાએ મુખ્ય બહુપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દે ચર્ચા કરી હતી. યુક્રેન રશિયા યુધ્ધ તેમજ જી20નાં એજન્ડા વિશે પણ વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સબા કોરોસી આજે શહિદ દિવસ નિમિત્તે રાજઘાટ પણ ગયા હતા અને મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્યાંજલિ અર્પણ કરી હતી. સપ્ટેમ્બર 2022માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની અધ્યક્ષતા સંભાળ્યા બાદ કોરોસી પ્રથમ વખત ભારત આવ્યાં છે.
