સંસદમાં અંદાજપત્ર સત્ર આવતીકાલથી થશે શરૂ
Live TV
-
સંસદમાં અંદાજપત્ર સત્ર આવતીકાલથી શરૂ થશે. સત્રની શરૂઆત સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભા બંનેની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે થશે. સત્રના પ્રથમ દિવસે બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2023-24 1લી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. દરવર્ષની જેમ આ વર્ષે બજેટ સત્ર 2 ભાગમાં રહેશે. પ્રથમ ચરણ 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી અને બીજુ સત્ર 13 માર્ચ થી 6 એપ્રિલ સુધી ચાલશે. આ બજેટ સત્ર દરમિયાન 27 બેઠક યોજાશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આજે સર્વપક્ષીય બેઠક બોલાવામાં આવી હતી. જેમાં સંસદીય મંત્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રીઓ અને સંસદના બંને ગૃહોનું પ્રતિનિધિત્વ કરતા રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સરકારે સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગ્યો હતો.
