ચંડીગઢમાં જી20 હેઠળ એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની યોજાઈ બેઠક
Live TV
-
ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક શરુ થઈ. આ ત્રણ દિવસીય કૃષિ પ્રતિનિધિઓની બેઠકના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય બજારના વિકાસ પર વિવિધ દેશોના પ્રતિનિધિઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા.
બેઠક દરમિયાન યોજાયેલા 6 સત્રોમાં ખાદ્ય બજારની સ્થિતિ અને કૃષિ બજાર માહિતી પ્રણાલી માટે રેપિડ રિસ્પોન્સ ફોરમની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં કૃષિ ક્ષેત્ર માટે ક્ષમતા નિર્માણની જરૂરિયાતો અને 'આયાતમાં નાણાકીય પરિબળોની અસર' પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સભ્ય દેશોએ એક વિશિષ્ટ વિષય 'પ્રાદેશિક અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં એશિયાની ભૂમિકા' પર પણ ચર્ચા કરી. તેમાં વિકાસશીલ અને સંસાધનોની અછતનો સામનો કરી રહેલા દેશો સમક્ષ રહેલા ખાદ્ય પડકારોને પહોંચી વળવા માટે ઉઠાવી શકાય તેવા નક્કર પગલાંઓ પર પણ ચર્ચા કરવામાં આવી.
બેઠકનો ઉદ્દેશ જી20ના સભ્ય દેશોને એક મંચ પર લાવીને કૃષિ અને ખાદ્ય સુરક્ષા માટે એક સ્થાયી ભવિષ્યની દિશામાં કામ કરવાનો છે. કૃષિ પ્રતિનિધિઓની બીજી બેઠકમાં કૃષિ સાથે સંકળાયેલા ચાર મહત્વના મુદ્દાઓ, ખાદ્ય સુરક્ષા અને પોષણ, જળવાયુ પ્રત્યે સ્માર્ટ વિઝનની સાથે ટકાઉ કૃષિ, સમાવેશી કૃષિમૂલ્ય શ્રૃંખલા, અને ખાદ્ય પ્રણાલી તથા કૃષિ પરિવર્તન માટે ડિજિટલીકરણ પર ચર્ચા કરવામાં આવશે. આ આયોજનમાં 19 સભ્ય દેશો, 10 આમંત્રિત દેશો અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓની ભાગીદારી જોવા મળશે.