ચક્રવાતી તોફાન રિમાલ આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પહોંચવાની શક્યતા
Live TV
-
ચક્રવાતી તોફાન રિમાલ આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પહોંચવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક ચક્રવાતી તુફાન રેમલ આવવાની સંભાવના છે. આ રવિવારે ચક્રવાતી તુફાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફુકાવાની સંભાવના છે. બંગાળની ખાડી પર આવનાર ચક્રવાતનો સામનો કરવા તૈયારીઓની સમિક્ષા માટે કેબિનેટ સચિવ રાજિવ ગૌવાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપકની બેઠક યોજાઈ હતી. ચક્રવાતને કારણે દરિયાકાંઠે NDRF ની 12 ટીમો અને 5 SDRF ની ટીમોને તૈનાત રખાઈ છે.
