ચીનની સીમામાં ભારતનો એક પણ સૈનિક નથી, ના કોઈ ભારતની સીમામાં ઘૂસ્યું છે : PM મોદી
Live TV
-
લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈન્ય અને ચીનના સૈન્ય વચ્ચે ઘર્ષણમાં દેશના 20 જવાનો શહીદ થયાં બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, દેશના જવાનો વીરગતિ પ્રાપ્ત કરતાં પહેલાં ભારત માતા તરફ આંખ ઉઠાવનારાઓને જીવનભરનો પાઠ ભણાવીને ગયાં છે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ચીનની સીમામાં ભારતનો એક પણ સૈનિક નથી. પ્રધાનમંત્રીએ એ પણ ઉમેર્યું હતું કે ના કોઈ ભારતની સીમામાં ઘુસ્યુ છે તેમજ ભારતની એક પણ પોસ્ટ કોઈના કબ્જામાં નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બાદ રાજકીય પક્ષના નેતાઓની સાથે સમગ્ર દેશવાસીઓને આશ્વસ્ત આપતા કહ્યું કે, ભારતની સેના દેશની રક્ષા કરવા માટે સક્ષમ છે અને સરકારે સેનાને તેના સ્તરે યોગ્ય પગલાં લેવાની છૂટ આપી દીધી છે.
