ભારતીય વાયુ સેનાના અધ્યક્ષે શ્રીનગર અને લેહની લીધી મુલાકાત
Live TV
-
ચીન અને ભારત વચ્ચે ગલવાન ઘાટીમાં ચાલી રહેલા ઘર્ષણ બાદ હાલ સ્થિતિ પર બંને દેશની સેના વચ્ચ વાતચીત ચાલી રહી છે. ત્યારે ભારતીય વાયુ સેનાના અધ્યક્ષે, શ્રીનગર અને લેહની મુલાકાત લઇને , સેના દ્વારા સર્તકતાના ભાગરુપે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગલવાન નદીની પાસે ચીન અને ભારતન સેના વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. તો 40 જેટલા ચીનના સૈનિકોનો , ખાતમો બોલાવ્યો હતો. આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને ચેતવણી આપી હતી કે જો દેશને છંછેડવામાં આવશે.
તો ભારત પણ જડબેસલાક જવાબ આપશે. ભારતીય વાયુ સેનાના ચીફ આર.કે.એસ ભદોરિયાએ , એર બેઝની મુલાકાત કરી , વિવિદાસ્પદ બોર્ડરની આસપાસ, નિરીક્ષણ કર્યુ હતુ. ભારતે ચીન સરહદ પર તૈનાતી વધારવાની સાથે , હવાઇ પેટ્રોલીંગ શરુ કર્યુ છે.
