Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ બિહારથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • કોરોના મહામારીના સમયમાં દેશને આર્થિક ક્ષેત્રે મજબુત કરવા માટે કેન્દ્ર સરકાર અનેક મહત્વપૂર્ણ પગલા ભરી રહી છે. આ સંકટને હવે અવસરમાં બદલવા માટે સરકાર ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરવામાં આવી હતી. આજથી બિહારના ખગડિયા જિલ્લામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

    આ અભિયાનનો હેતું યુપી બિહાર સહિત 6 રાજ્યના 116 જિલ્લામાં પરત ફરેલા શ્રમિકોને રોજગારનો અવસર પ્રદાન કરવાનો અને ગ્રામિણ ભારતને શસક્ત બનાવવાનો છે.મહત્વપૂર્ણ છે કે, ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન 125 દિવસ ચાલશે.

    જે જિલ્લાઓમાં 25 હજાર શ્રમિકો પરત ફર્યા છે તેવા શ્રમિકોને આ અભિયાનમાં સમાવાયા છે. આ અભિયાન માટે કેન્દ્ર સરકાર દ્વારા 50 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. કોરોના મહામારીના પગલે સામાજીક અંતર જાળવવાની સાથે અન્ય નિયમોનું પાલન કરીને 116 જિલ્લાઓના ગામડા સાર્વજનિક સેવા કેન્દ્રો, અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply