Skip to main content
Settings Settings for Dark

સમગ્ર દેશની 19 બેઠક માટે યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર

Live TV

X
  • 8 રાજ્યોની 19 બેઠકો માટે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામોમાં ભાજપને 8, કોંગ્રેસને 4 , તેમજ YSRCPને , 4 બેઠક પર જીત મળી છે. જ્યારે જામુમોને 1, MNFને 1 , તેમજ NPPને 1 બેઠક મળી છે.

    આંધ્રપ્રદેશમાં શાસક પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસે , રાજ્યસભાની તમામ ચાર બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપને 2 બેઠક , અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. જેમાં કોંગ્રેસના દિગ્વિજ્ય સિંહ અને ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયાની જીત સામેલ છે.

    જ્યારે રાજસ્થાનની ત્રણ બેઠકોમાંથી , 2 બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. જ્યારે ત્રીજી બેઠક , ભાજપના ખાતામાં ગઈ છે. ઝારખંડમાં ભાજપના દીપક પ્રકાશ , અને જામુમોના શિબુ સોરેન , વિજયી થયાં છે. મેઘાલયમાં એન.પી.પી.ના ,, W.R.ખરલુખીએ જીત મેળવી છે.

    આ તરફ ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે ગઇકાલે મતદાન યોજાયું હતું. જેમા બીટીપીના ધારાસભ્યઓએ મતદાન કરવાનો ઇન્કાર કરતા , ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારની જીત થઇ હતી. કોંગ્રેસના માત્ર એક જ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલની જીત થઇ હતી. જ્યાર ભરતસિંહ સોલંકીની હાર થઇ હતી. એનસીપી ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ તેમના પક્ષ દ્વારા આપવામાં આવેલા વ્હીપની વિરૂદ્ધ જઇને ભાજપને મત આપ્યો હતો.

    જ્યારે અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસને મતદાન કર્યું હતું. બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાએ પોતાની વિંવિધ માંગણીોઓને લઇને તેમજ ભાજપ કોંગ્રેસથી નારાજ હોવાથી મતદાન કરવાનું ટાળ્યું હતું. કોંગ્રેસ દ્વારા રાષ્ટ્ર્રીય ચૂંટણી પંચમાં ભાજપના બે મતો રદ્દ કરવા માંગ કરી હતી. જેના લીધે મત ગણતરી 4 કલાક સુધી અટકાવી દેવામાં આવી હતી.

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો મત જ્યાં સુધી સુપ્રિમ કોર્ટમાં સ્ટે છે. ત્યાં સુધી અલગ ગણવામાં આવે તેમજ કેસરીસિંહ સોલંકી બિમાર હોવાથી , તેમની જગ્યાએ શંકર ચોધરીએ મતદાન કર્યું હતું. જેને મેડિકલ સર્ટિફિકેટના આવે ત્યાં સુધી રદ્દ કરવાની કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી હતી. આ ચાર કલાક કરતા વધારે સમયની રસાકસી બાદ રાત્રે 9 વાગે મત ગણતરી શરૂ થઇ હતી. જેમા ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઇ હતી. ભાજપના ત્રણ ઉમેદવારોની જીત પર મુખ્મંત્રી વિજય રૂપાણી, તેમજ જીતેલા ત્રણ ઉમેદવારોએ પ્રતિક્રિયા આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply