હોમ આઈસોલેશનની માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવાના ગૃહ મંત્રાલયે રાજ્યોને આપ્યા નિર્દેશ
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને હોમ આઈસોલેશનની માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પત્રમાં એ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, કેટલાંક રાજ્યોમાં રૂટીન પ્રકારે હોમ આઈસોલેશનની પરવાનગી આપવામાં આવી છે.
જેનાથી દર્દીના પરિવારના સભ્યો અને આસપાસના લોકોમાં અને ખાસ કરીને ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારોમાં કોરોનાના સંક્રમણ ફેલવવાનું જોખમ વધી જાય છે. આરોગ્ય મંત્રાલએ એ પણ ઉમેર્યું છે કે, કોરોના સામેની લડાઈમાં સતત ટેસ્ટ, ટ્રેસ, અને ટ્રેક તેમજ આઈસોલેટની નીતિ અપનાવવામાં આવી છે. પરંતુ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાની યોગ્ય રીતે અમલવારી ન થવાના કારણે સરકારનો પ્રયાસ સફળ નહીં થાય.
હોમ આઈસોલેશનની માર્ગદર્શિકા અનુસાર સારવાર કરી રહેલા ડોક્ટરને સુનિશ્ચિત કરવું પડશે કે, દર્દીને હોમ આઈસોલેશનની પરવાનગી આપવામાં આવી શકે કે નહીં. જેના માટે દર્દીઓની મેડિકલ તપાસ કરવામાં આવશે. સાથે જ દર્દી જ્યાં રહે છે ત્યાં હોમ આઈસોલેશનની સુવિધા છે કે, નહીં તે પણ જોવામાં આવશે. તો દર્દી તરફથી ડોક્ટરને અન્ડર ટેકિંગ પણ આપવાનું રહેશે. હોમ આઈસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓ પર ડોક્ટરોની ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવશે.અને તેમના ડિસ્ચાર્જને લઈને પણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.
