Skip to main content
Settings Settings for Dark

ચીને ભારતની આંતરિક બાબત પર ટીપ્પણી આપવાથી દૂર રહેવું જોઇએ : અનુરાગ શ્રીવાસ્તવ, પ્રવક્તા, વિદેશ મંત્રાલય

Live TV

X
  • વિદેશ મંત્રાલયે ચીનને ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ ના કરવા સલાહ આપી છે. એક પ્રશ્નના ઉત્તરમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર મુદ્દે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપેલી ટીપ્પણીની નોંધ લેવામાં આવી છે. ચીનને આ મુદ્દે હસ્તક્ષેપનો કોઇ અધિકાર નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ચીને ભારતની આંતરિક બાબત પર ટીપ્પણી આપવાથી દૂર રહેવું જોઇએ. તે અરસામાં સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ કાશ્મીરને મુદ્દો બનાવવાના પાકિસ્તાનના પ્રયાસને ફરી નિષ્ફળતા મળી છે. ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મુદ્દે બોલાવવામાં આવેલી બેઠક કોઇ પરિણામ વિના જ પુરી થઇ હતી. સંયુક્ત રાષ્ટ્રના ભારતના કાયમી પ્રતિનિધી ટી.એસ. તિરૂમૂર્તિએ માન્યું હતું કે જમ્મુ કાશ્મીર તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. પાકિસ્તાનના સહયોગી ચીની આ મુદ્દે ચર્ચા કરવા બેઠક બોલાવી હતી, પરંતુ ચર્ચાના પ્રયાસ આ રીતે નિષ્ફળ રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply