જી.સી. મુર્મૂને કેગ બનાવાયા, એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ પદેથી આપ્યું હતું રાજીનામું
Live TV
-
1985 બેચના IPS ઓફિસર મુર્મૂ ગુજરાત કેડરના ઓફિસર અને કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પ્રથમ એલજી હતા
કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપ-રાજ્યપાલ જીસી મુર્મૂની કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ) તરીકે નિમણુક કરાઈ છે. નાણા મંત્રાલયે ગુરુવારે આ આદેશ આપ્યો હતો. મુર્મૂએ બુધવારે ઉપ-રાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુર્મૂનું રાજીનામુ મંજૂર કરી લીધું છે. મુર્મૂ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પ્રથમ ઉપ-રાજ્યપાલ હતા.
