ભારતીય રેલવે દ્વારા કિસાન પાર્સલ સ્પેશિયલ ટ્રેનનો શુભારંભ
Live TV
-
ખેડૂતોની ઉપજ અન્ય રાજ્યમાં ટ્રેન દ્વારા પહોંચાડાશે, મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચે દોડશે કિસાન રેલ
ખેડૂતોને તેની ઉપજનાં સારા ભાવ મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા આજથી કિસાન પાર્સલ સ્પેશિયલ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કિસાન ટ્રેન મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચે દોડશે. ભારતીય રેલવેના આ પ્રયાસ થકી હવે ખેડૂતોની ઉપજ પોષણક્ષમ ભાવના અભાવે બગડશે નહીં પરંતુ અન્ય રાજ્યમાં ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવશે. રેલવે મંત્રી પિયુષ ગોયલ અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કિસાન પાર્સલ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ કિસાન પાર્સલ ટ્રેન ફળ અને શાકભાજી ઉત્પાદન ધરાવતા વિસ્તારોમાંથી પસાર થશે.. જેવા કે, નાસિક રોડ,. મનમાડ. જલગાંવ., બુરહાનપુર, ખંડવા, ઈટારસી., જબલપુર જેવા સ્ટેશનો થઈને બિહારના દાનાપુર પહોંચશે. સાપ્તાહિક કિસાન પાર્સલ સ્પેશિયલ ટ્રેન શુક્રવારે સવારે 11 કલાકે ઉપડશે જે શનિવારે સાંજે 6:45 કલાકે દાનાપુર પહોંચશે.
