રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનકારી સુધારણા માટે સંમેલન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંમેલનનું ઉદ્દઘાટન સાથે કરશે સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનકારી સુધારાઓ માટે આયોજીત કરાયેલા સંમેલનનું ઉદ્ધાટન સાથે સંબોધન કરશે. આ સંમેલનનું આયોજન શિક્ષણ મંત્રાલય અને વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંમેલન દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 હેઠળ આવરી લેવાયેલા મહત્વપૂર્ણ પાસાઓ જેવા કે, બહુ વિષયક અને ભવિષ્યનું શિક્ષણ, ગુણવત્તાપૂર્ણ અનુસંધાન અને શિક્ષણને વધુ વેગ આપવા માટે ટેકનોલોજીના સમાન ઉપયોગ જેવા વિષયો અંગે વિશેષ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' અને રાજ્યમંત્રી સંજય ધોત્રે પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક ગણમાન્ય વ્યક્તિઓ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વિવિધ પાસાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરશે.
