Skip to main content
Settings Settings for Dark

બિહારમાં પુરથી જનજીવનને માઠી અસર

Live TV

X
  • 16 જિલ્લાના 69 લાખથી વધ લોકો કરી રહ્યા છે પૂરપ્રકોપનો સામનો, SDRF અને NDRF દ્વારા બચાવકાર્ય પૂરજોશમાં

    બિહારમાં પુરની પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજ્યના 16 જિલ્લાનાં 69 લાખથી વધુ લોકો પુરપ્રકોપનો સામનો કરી રહ્યાં છે. SDRF અને NDRFની ટીમ સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. તો 1 હજાર 102 રસોડા દ્વારા સાડા દસ લાખ લોકોને ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ગંડક સહિતની મોટી નદીઓ હજી પણ ભયનજક સપાટીથી ઉપર વહી રહી છે. અનેક જિલ્લામાં ટ્રેન અને માર્ગ પરિવહન સેવા ખોરવાઈ ગઇ છે જેના કારણે જનજીવનને માઠી અસર પડી છે. આ તરફ હવામના વિભાગે આગામી 24 કલાકમાં બિહારના લગભગ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ તરફ આસામમાં પુરની સ્થિતિમાં આંશિક સુધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી હવે માત્ર 10 જિલ્લા પુરથી અસરગ્રસ્ત છે.પુરપ્રકોપના કારણે આસામમાં હજી પણ 84 હજાર 138 લોકો અસરગ્રસ્ત છે. રાજ્યની મોટી નદીઓનું જળસ્તર પણ સતત ઘટી રહ્યું છે. પંરતુ રાજ્યના 177 ગામ જળબંબાકારની સ્થિતિમાં છે. જ્યારે 6 રાહત શિબિરોમાં 514 જેટલાં લોકોએ આશરો લીધો છે. અને સતત રાજ્યના પુરપ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી કરાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply