ચૂંટણી પંચ કમિશ્નર ડૉ. અનુપ ચંદ્ર પાંડેના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમ ઉઝબેકિસ્તાનના પ્રવાસે
Live TV
-
ચૂંટણી પંચ કમિશ્નર ડૉ. અનુપ ચંદ્ર પાંડેના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમ ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે...ઉઝબેકિસ્તાનના કેન્દ્રીય ચૂંટણી આયોગના આમંત્રણ પર ભારતની ત્રણ સભ્યોની ટીમ આજે યોજાઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણી સંચાલનનું નિરિક્ષણ કરશે...હાલના રાષ્ટ્રપતિ સિવાય અન્ય ચાર ઉમેદવાર મેદાનમાં છે...આ ચૂંટણી ઉઝબેકિસ્તાનમાં એપ્રિલમાં થયેલા જનમત સંગ્રહ બાદ નવા બંધારણ પ્રમાણે યોજાઈ રહી છે...આ ચૂંટણી પર આંતરરાષ્ટ્રીય સમુહની ચાંપતી નજર છે...ઉઝબેકિસ્તાનમાં લગભગ બે કરોડ મતદાર છે....જેમાં દરેક બુથ પર ત્રણ હજાર મતદાર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે...
