તમામ ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો
Live TV
-
રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે, એ.સી. ચેરકાર, વંદે ભારત સહિત તમામ ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવશે. છેલ્લાં 30 દિવસ દરમિયાન આ ટ્રેનોમાં 50 ટકાથી ઓછી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ટ્રેનોમાં વધુમાં વધુ મુસાફરો માટે સીટો ઉપલબ્ધ કરાવવાના ઉપદેશથી મંત્રાલયે કહ્યું છે કે, એ.સી. કોચમાં મુસાફરોની સંખ્યા વધારવા અને ભાડામાં વળતર આપવાની જવાબદારી ઝોનલ રેલવેને આપવાનો નિર્ણય લીધો છે. આ યોજના અનુભૂતિ અને વિસ્ડાડમ કોચ સહિત એ.સી. સુવિધા અને એ.સી. ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસવાળી તમામ ટ્રેનોમાં અમલી થશે. વળતરની રકમ પ્રાથમિક ભાડાના વધુમાં વધુ 25 ટકા હશે. રિઝર્વેશન ચાર્જ, સુપર ફાસ્ટ ચાર્જ, જીએસટી ચાર્જ અલગથી લાગશે. મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કોઈ એક અથવા તમામ ક્લાસમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે. મંત્રાલય કહ્યું છે કે, ડિસ્કાઉન્ટની આ જાહેરાત તાત્કાલિક અસરથી અમલી થશે.
