Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કશ્મીરના શોપિયામાં છેલ્લા 24 કલાકમાં હિઝબુલના નવ આતંકવાદીઓ ઠાર 

Live TV

X
  • છેલ્લા બે અઠવાડિયા દરમિયાન 22 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા

     

    જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના પિંજોરા વિસ્તારમાં સુરક્ષાદળો સાથે રાતોરાત એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. સાથે મળીને છેલ્લા 24 કલાક દરમિયાન સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના નવ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા કશ્મીરના શોપિયાના રેબન વિસ્તારમાં 5 આતંકવાદીઑ માર્યા ગયા હતા, આ સાથે છેલ્લા 24 કલાકમાં 9 આતંકવાદી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

    શ્રીનગરમાં સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ચારે આતંકીઓની લાશ એન્કાઉન્ટર સ્થળેથી મળી આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને શસ્ત્રો પણ મળી આવ્યા છે. આ આતંકીઓની ઓળખ હજી થઈ નથી.

    દરમિયાન જમ્મુ-કાશ્મીરના ડાયરેક્ટર જનરલ દિલબાગસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ આતંકીઓનું  એન્કાઉન્ટર સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. તેમણે કહ્યું કે છેલ્લા બે અઠવાડિયા દરમિયાન કાશ્મીર ખીણમાં સુરક્ષા દળો સાથેના ન્કાઉન્ટરમાં  છ વરિષ્ઠ આતંકી કમાન્ડર સહિત 22 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply