દેશમાં લગભગ સવા લાખ જેટલા દર્દીઑએ આપી કોરોનાને માત
Live TV
-
છેલ્લા 24 કલાકમાં 206 લોકોનાં મોત કોરોના વાયરસથી થયા છે
કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 9,983 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 206 લોકોનાં મોત કોરોના વાયરસથી થયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,56,611 કેસ નોંધાયા છે, હાલમાં દેશમાં 1,25,381 સક્રિય કેસ છે, જ્યારે 1,24,094 દર્દીઓ સાજા થયા છે. દરમિયાન, આજથી દેશભરના ઘણા રાજ્યોમાં મોલ્સ, હોટલ-રેસ્ટરન્ટ્સ અને ધાર્મિક સ્થળોના દરવાજા ખુલી ગયા છે. સરકારે તેમને ઘણી શરતો સાથે આજથી ખોલવાની મંજૂરી આપી છે
