જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 6 આતંકવાદીઓને કર્યા ઠાર
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને ખુબ મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ અને કુલગામની બે અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષા દળોની આંતકવાદીઓ સાથે મુઠભેડ થઈ હતી. મુઠભેડમાં સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓને ઠાર કરી દીધા. પ્રાથમિક માહિતી અનુસાર આ 6 આતંકવાદીઓનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ સાથે હોય તેવી વાત સામે આવી રહી છે. સાથે જ એ પણ માહિતી મળી છે કે મરનારા આતંકવાદીઓમાંથી 2 આતંકવાદી પાકિસ્તાની છે. જો કે હાલમાં સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે.
