Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી PM-KISHAN હેઠળ નાણાંકીય લાભનો દસમો હપ્તો કરશે છૂટો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ નાણાંકીય લાભનો દસમો હપ્તો છૂટો કરશે. દસ કરોડથી વધારે લાભાર્થીઓના ખાતામાં વીસ હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવામાં આવશે. અત્રે યાદ અપાવીએ કે, પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દર વર્ષે પાત્ર ખેડૂત કુંટુબને 6 હજાર રૂપિયાનો નાણાંકીય લાભ આપવામાં આવે છે. આ રકમ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા કુલ 6 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવાય છે.

    અત્યાર સુધીમાં ખેડૂતોના કુંટુબોના ખાતામાં એક લાખ 60 હજાર કરોડથી વધારે રકમ જમા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી, લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાથી વધારે રકમ, ઇકિવટી ગ્રાન્ટ તરીકે છૂટી કરશે જેનો લાભ એક લાખ 24 હજારથી વધારે ખેડૂતોને મળશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત ઉત્પાદક સંગઠનન ખેડૂતો સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને પણ સંબધોન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply